જો બકા પછી વોટ્સ એપ પર વાયરલ થયાં 'ગજોધર'ના કાર્ટુન, તમે જોયા?
https://jobakapics.blogspot.com/2014/10/gajodhar.html
જો બકા પછી વોટ્સ એપ પર વાયરલ થયાં 'ગજોધર'ના કાર્ટુન, તમે જોયા?
આજકાલ લોકો અનેક રીતે WhatsApp પર ટાઇમપાસ કરતા હોય છે. પણ જો આ ટાઇમપસમાં સૌથી વધારે લોકોને કાર્ટુન અને ફની તસવીરો એકબીજાને સેન્ડ કરવાની મજા આવતી હોય છે. જો કે જ્યારે કોઇ નવો જોક્સ મળે કે તરત તેમનાં મોબાઇલમાંથી બીજાને તે મોકલીને તેનો આનંદ મેળવતા હોય છે. જો કે ઘણાં લોકો આજકાલ પોતાનું એક ગ્રુપ પણ બનાવતા હોય છે અને આ ગ્રુપમાં પ્રોફાઇલ પિક્સ કે સ્ટેટસ પણ કાર્ટુનનું મુકતા હોય છે. તમને ખુશ કરવા માટે અમે પણ કેટલાક કાર્ટુન તમારી સમક્ષ લાવ્યા છીએ.જો કે આ મેસેજ એટલા ફની હોય છે કે, તમે ગમે તેટલા દુખમાં હોવ તો પણ આવા પ્રકારના મેસેજ તમારા ફેસ પર કંઇક અલગ જ પ્રકારની સ્માઇલ લાવી દે છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર ગયા હતા ત્યારે તેમના માનમાં ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે મોદીને નવરાત્રિના ઉપવાસ હોવાના કારણે તેઓ કંઈ પણ ભોજન નથી લેવાના અને સામે ભોજનના થાળ હોવા છતાં માત્ર ગરમ પાણી પીને પોતાનું કામ ચલાવી રહ્યા છે તે સમયે પણ વોટ્સએપ પર મોદી અને ઓબામાનાં ફોટાએ વોટ્સએપ પર ધડબડાટી બોલાવી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી જો બકાના કાર્ટુને પણ વોટ્સએપ પર ખૂબ ધુમ મચાવી હતી અને હવે વારો આવ્યો છે ગજોધરનો. હા, તમને સવાલ થતો હશે કે આ ગજોધર કોણ છે તો આ છે રાજુ શ્રીવાસ્તવ. તેના નામના ફની કાર્ટુન છેલ્લા કેટલાક દિવસથી વોટ્સએપ પર ખૂબ ફરતાં થયા છે.






